દેશમાં હવે ૨૭ નહીં, ૧૨ જ સરકારી બેન્ક

Wednesday 04th September 2019 07:41 EDT
 
 

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ૧૦ સરકારી બેન્કોનું વિલીનીકરણ કરી ૪ બેન્ક કરવાની જાહેરાત કરી છે. તેનો હેતુ વૈશ્વિકસ્તરે ઓછી પરંતુ મજબૂત બેન્ક બનાવવાનો છે જેથી ૫ વર્ષના નીચલાસ્તર પહોંચી ચૂકેલા આર્થિક વૃદ્ધિદરમાં તેજી લાવી શકાય. નાણા પ્રધાન નિર્મલા સીતામરણે કહ્યું કે આ વિલીનીકરણની પ્રક્રિયા પછી દેશમાં માત્ર ૧૨ સરકારી બેન્ક રહેશે. ૨૦૧૭માં આ સંખ્યા ૨૭ની હતી. સરકારનું માનવું છે કે આ પગલાથી બેન્કોની બેલેન્સશીટ મજબૂત થશે અને એ લોન આપવાની સારી સ્થિતિમાં રહેશે. નાણા પ્રધાને સરકારી બેન્કોમાં સુધારાની માહિતી આપતા કહ્યું કે, બોર્ડને સ્વાયતતા પણ મળશે. સંચાલક બોર્ડ વધુ જવાબદાર બનશે. રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જનરલ મેનેજરથી મેનેજિગ ડાયરેક્ટર સુધીના અધિકારીઓનો પર્ફોર્મન્સ રિવ્યૂ બોર્ડ કરશે. વિલીનીકરણ પછી બેન્કોના બિઝનેસની જરૂરિયાતના આધારે ચીફ જનરલ મેનેજરની નિમણૂક કરવાની છૂટ મળશે. તેઓ ચીફ રિસ્ક ઓફિસર પણ નીમી શકશે.
પહેલાં ૬ એસોસિએટ બેન્કોનું સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં અને બેન્ક બરોડામાં દેના બેન્ક તથા વિજયા બેન્કનું વિલીનીકરણ થઈ ચૂક્યું છે. આ ચાર બેન્કો ઉપરાંત દેશમાં એસબીઆઈ, બેન્ક ઓફ બરોડા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, યુકો બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ડ સિંધ બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા સરકારી બેન્ક રહેશે.
૧૦ બેન્કોના વિલિનીકરણ પછી આ ૪ બેન્ક અસ્તિત્વમાં આવશે
• પંજાબ નેશનલ બેન્કમાં ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા ભળશે. આ બીજી સૌતી મોટી સરકારી બેન્ક બનશે. ૧૭.૯૫ લાખ કરોડનો બિઝનેસ અને ૧૧૪૩૭ બ્રાન્ચ હશે.
• કેનેરા બેન્કમાં સિન્ડિકેટ બેન્કનું વિલીનીકરણ થશે. તે ચોથી મોટી સરકાર બેન્ક હશે. ૧૫.૨૦ લાખ કરોડનો બિઝનેસ અને ૧૦૩૨૪ બ્રાન્ચ હશે.
• યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કનું વિલીનીકરણ થશે. ૫મીથી સૌથી મોટી સરકારી બેન્ક બનશે. ૧૪.૫૯ લાખ કરોડનો બિઝનેસ અને ૯૬૦૯ બ્રાન્ચ હશે.
• ઇન્ડિયન બેન્કમાં અલ્હાબાદ બેન્કનું વિલીનીકરણ થશે. ૭મી મોટી સરાકરી બેન્ક બનશે. ૮.૦૮ લાખકરોડનો બિઝનેસ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter