નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા ચાર દશકમાં હિંદુઓની વસ્તીમાં સમગ્રતયા વધારો થયો છે, પરંતુ કુલ વસ્તીમાં હિન્દુઓની ટકાવારીમાં ઘટાડો થયો છે તેમ રાજ્ય ગૃહ પ્રધાન હંસરાજ આહિરે લોકસભામાં જણાવ્યું હતું. ૧૯૭૧માં દેશમાં હિન્દુઓની વસ્તી ૪૫.૩૩ કરોડ હતી અને ૨૦૧૧માં વધીને ૯૬.૬૨ કરોડ થઇ, પરંતુ કુલ વસ્તીની ટકાવારીમાં ઘટાડો થયો હતો તેમ તેમણે એક લેખિત જવાબમાં જણાવ્યું હતું.
૧૯૭૧માં હિન્દુઓની વસ્તી ૮૨.૭ ટકા હતી. ૨૦૧૧માં તે ઘટીને ૭૯.૮ ટકા થઇ હતી. પ્રધાને જવાબમાં છેલ્લી પાંચ વસ્તી ગણતરીના આંકડા રજૂ કર્યા હતા.
- ૧૯૭૧: કુલ વસ્તી ૫૪.૭૯ કરોડ, હિન્દુઓની ૪૫.૩૩ કરોડ (૮૨.૭ ટકા)
- ૧૯૮૧: કુલ વસ્તી ૬૬.૫૩ કરોડ, હિન્દુઓની ૫૪.૯૮ કરોડ (૮૨.૬ ટકા)
- ૧૯૯૧: કુલ વસ્તી ૮૩.૮૬ કરોડ, હિન્દુઓની ૬૮.૭૬ કરોડ (૮૨ ટકા)
- ૨૦૦૧: કુલ વસ્તી ૧૦૨.૮૬ કરોડ, હિન્દુઓની ૮૨.૭૬ કરોડ (૮૦.૫ ટકા)
- ૨૦૧૧: કુલ વસ્તી ૧૨૧.૦૮ કરોડ, હિન્દુઓની ૯૬.૬૨ કરોડ (૭૯.૮ ટકા)
- આમ દેશમાં હિન્દુઓની વસ્તીમાં વધારો થવા છતાં કુલ વસ્તીમાં તેની ટકાવારી ઘટતી જાય છે.