દેશમાં હિન્દુઓની સતત અવગણનાઃ આરએસએસની ચિંતા

Saturday 09th March 2019 06:30 EST
 

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામજન્મભૂમિ વિવાદનો ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીનો માર્ગ અપનાવ્યો છે અને મધ્યસ્થી માટે નિવૃત્ત જજ ઇબ્રાહિમ ખલીફુલ્લાના વડપણમાં ૩ સભ્યોની સમિતિ રચી છે. જેમાં શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચૂ સામેલ છે. જોકે આરએસએસ દ્વારા એવું નિવેદન કરાયું છે કે દેશમાં હિન્દુઓની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે. કોર્ટે આ કેસમાં તત્કાળ સુનાવણીનો ઉનકાર કરીને આશ્ચર્યજનક વલણ અપનાવવા છતાં સંઘે આ મામલે સુપ્રીમ કોર્ટમાં આસ્થા દર્શાવી છે. ગ્વાલિયરમાં આરએસએસની સર્વોચ્ચ સમિતિ અખિલ ભારતીય પ્રતિનિધ સભાની ૩ દિવસની બેઠકમાં દેશમાં જુદા જુદા મુદ્દાઓ પર દરખાસ્તો રજૂ કરાઈ હતી. જેમાં સંઘે અયોધ્યા કેસમાં તત્કાળ સુનાવણીનો ઇનકાર કરીને આશ્ચર્યજનક વલણ અપનાવવાનો ઉલ્લેખ કરાયો હતો અને દેશમાં હિન્દુઓની સતત અવગણના કરાતી હોવાનો આક્ષેપ કરાયો હતો.

શ્રી શ્રીએ નિષ્પક્ષ કામગીરી કરવી પડશેઃ ઓવૈસી

સુપ્રીમના નિર્ણય વચ્ચે નિર્મોહી અખાડા અને એઆઇએમઆઇએમના વડા અસાદુદ્દીન ઓવૈસીએ આદ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરના મધ્યસ્થોની પેનલમાં સમાવેશ સામે વાંધો ઉઠાવ્યો છે. નિર્મોહી અખાડાએ જણાવ્યું હતું કે, શ્રી શ્રી રવિશંકર રાજનીતિથી દૂર રહી બંધારણીય રીતે મધ્યસ્થા કરશે તેવી આશા રાખીએ છીએ. અસાદુદ્દીન ઓવૈસીએ પણ રવિશંકરના નામ સામે વાંધો ઉઠાવતા જણાવ્યું હતું કે હવે શ્રી શ્રી રવિશંકરે હવે નિષ્પક્ષ કામગીરી કરવી પડશે. આશા રાખીએ છીએ કે તેઓ મધ્યસ્થની જવાબદારી સમજશે.

રામજન્મ ભૂમિના પક્ષકાર, મહંદ ધર્મદાસજીએ જણાવ્યું છે કે, સુપ્રીમની મધ્યસ્થી અને પક્ષકારોની જુબાની તટસ્થ હોવી જોઈએ. બાબરી મસ્જિદના પક્ષકાર, ઇકબાલ અનસારીએ જણાવ્યું કે, અમે કોર્ટના આદેશથી ખુશ છીએ. સુપ્રીમ કોર્ટ ઇચ્છે છે કે આ વિવાદનો ઝડપથી ઉકેલ આવે. હિન્દુ મહાસભાના સ્વામી ચક્રપાણીએ કહ્યું કે, મધ્યસ્થતાની પ્રક્રિયામાં અમે સંપૂર્ણ સહકાર આપીશું. જો આ કેસનો ઉકેલ આવી જાય તેનાથી રૂડું શું હોઈ શકે.

નિર્મોહી અખાડાના મહંત સીતારામ દાસ કહે છે કે, અદાલતના નિર્ણયનો અમે સ્વીકાર કરીએ છીએ, શ્રી શ્રી રવિશંકરની સામે અમે કોઈ વાંધો નથી. અમે પહેલાં પણ આ વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

રામજન્મ ભૂમિના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું છે કે, નિર્મોહી અખાડાએ શ્રી શ્રી રવિશંકરના નામ સામે વાંધો ઉઠાવ્યો છે. શ્રી શ્રી રવિશંકરના નામ સામે વાંધો ઉઠાવ્યો છે. શ્રી શ્રી રવિશંકરને સુપ્રીમ કોર્ટે પેનલમાં સામેલ કર્યા છે તો હવે તેમણે બંધારણય રીતે મધ્યસ્થતા કરવી જોઈએ. અમે રાજનીતિથી દૂર રહેવા માગીએ છીએ. મધ્યસ્થતા સમિતિ દરેક પક્ષકારની વાત સાંભળશે. આ આવકારદાયક બાબત છે. આ વિવાદનો ઉકેલ જેમ બને તેમ ઝડપથી આવી જવો જોઈએ. હવે એમ લાગી રહ્યું છે કે આ વિવાદનું સમાધાન મળી આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter