નવી દિલ્હીઃ એક મેગેઝિન દ્વારા ધર્માંતરણ અંગે કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશન પછી કેન્દ્રના કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ધમાંતર એ દેશ માટે સૌથી વધુ ખતરનાક છે. એક મેગેઝિને કેરળમાં આ અંગે જે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. તેની તપાસ કરીને દોષિતોની સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, કરેળમાં લવ જેહાદની આડમાં આતંકવાદી પ્રવૃત્તિ ચાલી રહી છે. જે મુદ્દે અગાઉ પણ ઘણી ચર્ચાઓ થઈ છે.