ધૂળેટી પર્વે ભારતભરમાં રંગોની છોળો ઉડી

Thursday 09th March 2023 00:51 EST
 
 

ભારતભરમાં રંગોત્સવનું પર્વ ભારે ઉમંગ-ઉલ્લાસ સાથે ઉજવાયું. કોલકાતાથી લઈને વૃંદાવન, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ સહિત અનેક સ્થળે વિવિધ રીતે ધૂળેટી પર્વ ઉજવાય છે. વૃંદાવનની લઠમાર હોળી તો જગવિખ્યાત છે. નંદગાવના ગોવાળો હોળી રમવા માટે રાધારાણીના ગામ જાય છે તેની સ્મૃતિમાં આ પર્વ મનાવાય છે. બરસાના ગામ આ માટે વિખ્યાત છે. મથુરા નજીક અલગ રીતે હોળી રમાય છે. અહીંના ફાલન ગામમાં શ્રદ્ધાળુઓ માત્ર લંગોટી પહેરીને વિશાળ હોળીની ધગધગતી અગનજ્વાળામાંથી પસાર થાય છે. રાજસ્થાનમાં હોળીનો ઉત્સવ લગભગ એક સપ્તાહ ચાલે છે. માળવામાં તો એકબીજા પર અંગારા ફેંકવાની પ્રથા છે. તો રાજસ્થાની સમાજની ગેરુઆ હોળી પણ જાણીતી છે. જ્યારે વારાણસીમાં પરંપરાગત ભસ્મ હોળી રમાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter