પૂણે: ધ્રુપદ ગાયકીના દંતકથા સમાન ગાયક ઉસ્તાદ સૈયદુદ્દિન ડાગરનું પૂણેમાં ૩૧મીએ અવસાન થયું હતું. ૭૮ વર્ષના ડાગર અત્રેની એક ખાનગી હોસ્પિટલમાં ટૂંકી માંદગી બાદ અવસાન પામ્યા હતા. તેમની પાછળ પત્ની, તેમના બે પુત્રો અને તેમનો પરિવાર મૂકતા ગયા છે. તેમની દફનવિધિ વતન જયપુરમાં કરાઈ હતી. ૨૦ એપ્રિલ, ૧૯૩૯માં અલવરના વિખ્યાત સંગીતકાર પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમના પરિવારનું નામ પણ ધ્રુપદ પરથી જ પડ્યું હતું. જયપુર ઘરાનાના ઉસ્તાદ બેહરામ ખાન ડાગરની પરિવારમાં ૧૯મી પેઢીનું તેમણે પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના પિતા ઉસ્તાદ હુસૈનુદ્દિન ખાન ડાગર તેમના પ્રથમ ગુરુ હતા. છ વર્ષની નાની વયે જ તેમણે સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. ઉપરાંત તેમના કાકાઓ અને ભાઈઓ પાસેથી પણ તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી.