નજરકેદ ઉમર અબદુલ્લાની દાઢી વાળી તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ!

Monday 27th January 2020 07:51 EST
 

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી બાદ પૂર્વ મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લા નજરકેદમાં છે. સોશિયલ મીડિયામાં તેમની વધેલી દાઢી સાથેની એક તસવીર વાઇરલ થઈ છે. ફોટોમાં ઉમર હસતા દેખાય છે અને તેમની પાછળ બરફ નજરે પડી રહ્યો છે. ૪૯ વર્ષના આ નેતા પાંચમી ઓગસ્ટથી નજરકેદમાં છે. તેમને હાલમાં હરિનિવાસ પેલેસથી શ્રીનગરના સરકારી બંગલામાં શિફ્ટ કરાયા છે. ટ્વિટર ઉપર તેમના ૧૦ લાખ ફોલોઅર્સ છે પણ નજરબંધી બાદ તેમનો દુનિયા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. આ તસવીર સામે આવતા જ લોકોએ સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રતિક્રિયાઓ આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter