નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાનમંડળે ૧૫મીએ નવી સ્વાસ્થ્ય નીતિને મંજૂરી આપી. આ નીતિ હેઠળ કેન્દ્ર સરકાર દેશમાં સૌને એશ્યોર્ડ હેલ્થ સર્વિસ આપશે. પાત્રતાના આધારે લોકોને સ્વાસ્થ્ય સેવાઓ મળશે. બે વર્ષથી પડતર રહેલી આ નીતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ૧૫મીએ નવી દિલ્હીમાં મળેલી કેબિનેટની બેઠકમાં મંજૂરી અપાઈ.
સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિર્ણય મહત્ત્વનું નીતિગત પરિવર્તન છે. જેના હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્તર પર કવરેજનો વ્યાપ વધશે. જેમ કે હાલ PHC માત્ર રસીકરણ અને ગર્ભવતી મહિલાઓની તપાસ પૂરતા સીમિત છે, પણ નવી નીતિ હેઠળ બિનચેપી રોગોનું સ્ક્રીનિંગ તથા અન્ય પાસાં પણ આ સ્તરે જોડાશે.