નવી દિલ્હીઃ ૨૦૧૭માં ભારત-ચીન વચ્ચે ભુતાનના દોકલામ ત્રિભેટા વિસ્તારમાં મહિનાઓ સંઘર્ષ થયો હતો. થોડા દિવસો પહેલાં સિક્કિમના નાકુલામાં ભારત-ચીની સૈનિકો વચ્ચે મારામારી થઈ હતી. છેલ્લા કેટલાક સમયથી ચીન ભારતના વિવિધ રાજ્યોની સરહદે સંઘર્ષ વધારી રહ્યું છે. ચીને ભારત – ચીન સરહદે, સિક્કમની સરહદ નજીક લશ્કરી ગતિવિધિ તથા શસ્ત્ર સરંજામનું પ્રમાણ વધાર્યાના અહેવાલ છે. ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીરોના આધારે ચીની ગતીવિધિનો સ્પષ્ટ ખ્યાલ મળે છે.


