નાગાલેન્ડના મુખ્ય પ્રધાન તરીકે નેફિયુ રિયો

Friday 09th March 2018 06:42 EST
 
 

કોહિમાઃ નાગાલેન્ડમાં ભાજપ અને એનડીપીપીની સરકાર બની ગઈ છે. આઠમી માર્ચે નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગેસિવ પાર્ટીના વડા નેફિયુ રિયોએ નાગાલેન્ડના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યાં હતાં. નેફિયુ રિયો સાથે તેમના ૧૧ કેબિનેટ પ્રધાનોએ પણ શપથ ગ્રહણ કર્યાં હતાં. આ પ્રસંગે નાગાલેન્ડની રાજધાની કોહિમાનાં લોકલ ગ્રાઉન્ડમાં આયોજિત શપથગ્રહણ સમારંભમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ, કેન્દ્રીય ગૃહરાજ્ય પ્રધાન કિરણ રિજ્જુ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ભાજપ રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવ, મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેનસિંહ, અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખંડુ, આસામના મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલ અને મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરેડ સંગમા હાજર રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter