નારીશક્તિઃ પહેલી વાર પાંચ મહિલા અધિકારી આર્ટિલરી રેજિમેન્ટમાં

Saturday 06th May 2023 16:17 EDT
 
 

નવી દિલ્હી: પાંચ મહિલા અધિકારીઓને પહેલીવાર સેનાની આર્ટિલરીમાં કમિશન અપાયું છે. ભારતીય સેનાએ મહિલા અધિકારીઓને આર્ટિલરી રેજિમેન્ટમાં મંજૂરી આપીને મહિલાઓની ભૂમિકાનો વિસ્તાર કર્યો છે. શનિવારે કમિશન મેળવનાર અધિકારીઓમાં લેફટનન્ટ મહક સૈનીને SATA રેજિમેન્ટ, લેફટનન્ટ સાક્ષી દુબે અને અદિતિ યાદવને ફીલ્ડ રેજિમેન્ટ, લેફટનન્ટ પવિત્ર મુદગલને મીડિયમ રેજિમેન્ટ અને લેફટનન્ટ આકાક્ષાને રૉકેટ રેજિમેન્ટમાં પોસ્ટ કરાયા છે.

ગલવાન યુદ્ધના શહીદના પત્નીને લદાખમાં લેફ્ટનન્ટપદે પોસ્ટિંગ

2020માં લદાખ સરહદે ચીનની સેના સાથે સંઘર્ષમાં શહાદત પામેલા વીર ચક્ર વિજેતા નાઇક દીપકસિંહના પત્ની રેખાસિંહ પણ ભારતીય સેનામાં લેફટનન્ટ પદે જોડાયા છે. લેફટનન્ટ સિંહને પૂર્વ લદાખમાં એલએસી પર ટલાઇન બેઝ પર પોસ્ટિંગ અપાયું છે,શહીદ દીપકસિંહ બિહાર રેજિમેન્ટની 16મી બટાલિયનમાં હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter