ગાઝિયાબાદઃ નોઇડાના અત્યંત ચર્ચાસ્પદ નિઠારી હત્યા કેસમાં સીબીઆઇની ખાસ અદાલતે ૧૬મીએ આરોપી સુરન્દ્ર સિંહ કોલીને ફાંસીની સજા સંભળાવી હતી. ફાંસીની સજા ઉપરાંત તેને રૂપિયા ૧.૧૦ લાખનો દંડ પણ ફટકાર્યો હતો. ૧૨ નવેમ્બર, ૨૦૦૬ના રોજ પાંધેરના ઘરે કામ કરવા ગયેલી ૨૦ વર્ષની યુવતીની હત્યા બદલ કોલીને ફાંસીની સજા અપાઇ હતી. સાંજે પરત ના ફરતા ઘર વાળાઓએ પોલીસ ફરિયાદ કરી હતી.

