નિર્વાણી અખાડા, સુન્ની વક્ફ બોર્ડે કોર્ટ બહાર સમાધાન માટે પત્ર લખ્યો

Wednesday 18th September 2019 08:25 EDT
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામજન્મભૂમિ કેસની સુનાવણી ચાલી રહી છે ત્યારે એમાં એક રોચક વળાંક આવ્યો છે. નિર્વાણી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડે ફરી મધ્યસ્થી પેનલ દ્વારા આ મુદ્દે કોર્ટની બહાર સમાધાન થાય એવો માર્ગ અપનાવ્યો છે અને આ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત મધ્યસ્થી પેનલના ચીફ એફ. એમ. કલીમુલ્લાને પત્ર લખ્યો છે. મધ્યસ્થતા પેનલ સમક્ષ જવાના મુદ્દે મુસ્લિમ પક્ષકારોમાં વિવાદ જોવા મળ્યો છે. રામ જન્મભૂમિ હિન્દુઓને આપવામાં કોઈ વાંધો નથી, પણ એના પછી હિન્દુઓએ અન્ય કોઈ મસ્જિદ કે ઈદગાહ પર દાવો કરવો જોઈએ નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter