નવી દિલ્હીઃ કેન્દ્રના ગૃહ સચિવપદેથી રાજીવ મહર્ષિ નિવૃત્ત થતાં તેમની જગ્યાએ આઈએએસ અધિકારી રાજીવ ગઉબાને નવા ગૃહ સચિવ બનાવાયા હતા. તેમનો કાર્યકાળ ફિક્સ બે વર્ષનો રહેશે. ઝારખંડ કેડરના ૧૯૮૨ની બેચના અધિકારી ૫૮ વર્ષના ગઉબાને બે મહિના અગાઉ ગૃહસચિવ નિમવામાં આવ્યા હતા અને ત્યારબાદથી જ તેઓ ગૃહ મંત્રાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. સરકારે નિવૃત્ત થયેલા મહર્ષીને દેશના નવા કોમ્પટ્રોલર એન્ડ જનરલ (CAG) તરીકે નિમ્યા હતા.