નીતિશકુમારે આરએસએસ અને ૧૯ સંગઠનોની જાસૂસીના આદેશ આપ્યા

Thursday 18th July 2019 05:57 EDT
 

નવી દિલ્હીઃ બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારે સંવેદનશીલ મામલાઓની જાણકારી આપતી રાજ્ય પોલીસના ગુપ્તચર વિભાગને આરએસએસના નેતાઓની માહિતી એકઠી કરવાનો આદેશ આપ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વડા પ્રધાનપદે શપથ ગ્રહણ કર્યાં તે તારીખ ૨૮ મેના બે દિવસ પહેલાં સ્પેશિયલ બ્રાન્ચના એસપી દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં રાજ્યમાં આરએસએસના હોદ્દેદારો અને તેની સાથે સંકળાયેલા ૧૭ સંગઠનોની વિસ્તૃત જાણકારી એકઠી કરવાના આદેશ અપાયા હતા.

જોકે જદયુના રાષ્ટ્રીય મહાસચિવ કે સી ત્યાગીએ આ પ્રક્રિયાને રૂટિન મામલો ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દરેક રાજ્ય અથવા કેન્દ્ર સરકારની ગુપ્તચર એજન્સીઓ સમયાંતરે આ પ્રકારની કવાયત કરતી રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter