નવી દિલ્હીઃ કેરળના જનતાદળ(યુ)ના એકમાત્ર સાંસદ વીરેન્દ્રકુમારે વીસમીએ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે, તે નીતિશકુમારના નેતૃત્વ હેઠળની સરકારમાં જદયુના સભ્ય તરીકે જળવાઈ રહેવા માગતા નથી. તેમણે કહ્યું હતું કે સંઘ પરિવારમાં સામેલ નીતિશ હેઠળ તે રાજ્યસભામાં સભ્ય તરીકે જળવાઈ રહેવા માગતા નથી.