નીતીશ સરકારના મંત્રીઓને ખાતાં ફાળવાયાં

Wednesday 17th August 2022 06:54 EDT
 
 

પટણાઃ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની કેબિનેટનું વિસ્તરણ થયું અને મંત્રીઓએ શપથ લીધાના ત્રણ કલાકમાં જ દરેકને ખાતાંની ફાળવણી પણ થઈ ગઈ.
મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતાની પાસે ગૃહખાતું, સામાન્ય પ્રશાસન સહિત પાંચ ખાતાં રાખ્યા છે જ્યારે તેજસ્વી યાદવને સ્વાસ્થ્ય, માર્ગ નિર્માણ, નગર વિકાસ અને ગ્રામીણ કાર્યની જવાબદારી આપી છે. લાલૂના મોટા દીકરા તેજપ્રતાપને પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન ખાતાં અપાયાં છે.
કુલ 31 મંત્રીઓએ શપથ લીધા હતા. સૌથી વધારે રાજદના 16, જનતા દળ (યુ)ના 11, કોંગ્રેસના 2, હિન્દુસ્તાની અવામ મોર્ચા (હમ)માંથી એક અને એક અપક્ષ ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવ્યા છે.
164 ધારાસભ્યોનો ટેકો
નીતીશકુમાર 10 ઓગસ્ટે બિહારના આઠમી વખત મુખ્યમંત્રી બન્યા. તેમની પાસે 164 ધારાસભ્યોનો ટેકો છે. એનડીએથી અલગ થઈ ગયા પછી નીતીશ કુમાર મહાગઠબંધનના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા હતા. એ પછી 10 ઓગસ્ટે તેમણે તેજસ્વી યાદવ સાથે શપથ લીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter