નવી દિલ્હીઃ રૂ. ૧૩,૦૦૦ કરોડ રૂપિયાના પીએનબી બેન્ક કૌભાંડ મામલે ફરાર નીરવ મોદી વિરુદ્ધ ઇડીએ વધુ સકંજો કસતાં રાજસ્થાનના જેસલમેરમાં આવેલા એક વિન્ડફાર્મને ટાંચમાં લીધું છે. આ વિન્ડફાર્મ નીરવ મોદીના પરિવારની માલિકીનું છે જેની આશરે કિંમત ૫૨.૮૦ કરોડ રૂપિયા જેટલી છે. તપાસ એજન્સીએ કહ્યું હતું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ૯.૬ મેગાવોટ ઉત્પાદનની વીજક્ષમતા ધરાવતું આ વિન્ડફાર્મ જપ્ત કરી લેવાયું છે.

