ને બાબા સંતુલન ન જાળવી શક્યા

Tuesday 20th October 2020 16:16 EDT
 
 

મથુરાઃ યોગગુરુ બાબા રામદેવ મથુરાના રમણરેતી આશ્રમમાં હિરણ સ્થાન નજીક સંતો અને વિદ્યાર્થીઓની સાથે સામૂહિક યોગના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ત્યાં ઉપસ્થિત એક શણગારેલા હાથી પર બેસીને યોગાસન કરવાનો પ્રયત્ન કર્યો પછી થોડી જ પળોમાં હાથી જરા ડોલ્યો અને બાબા રામદેવ સંતુલન જાળવી ન શક્યા અને નીચે પટકાયા હતા. જોકે, હાથી પરથી પડ્યા બાદ પણ તેઓ તત્કાળ ઊભા થઈને ચાલવા લાગ્યા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter