નોટબંધી બાદ ૨૦૦૦ની સૌથી વધુ ૯.૯૩ કરોડની નકલી નોટ ગુજરાતમાંથી પકડાઈ

Thursday 23rd January 2020 07:39 EST
 

નવી દિલ્હીઃ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોએ દેશમાં રૂ. ૨૦૦૦ની બનાવટી નોટોના કારોબાર અંગે ગંભીર રિપોર્ટ જારી કર્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, નવેમ્બર ૨૦૧૬માં નોટબંધી લાગુ કરાઈ ત્યારથી ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં કયા રાજ્યમાંથી કેટલી બનાવટી નોટો પકડવામાં આવી. ગંભીર વાત એ છે કે આ યાદીમાં ગુજરાત સૌથી ટોચના સ્થાને છે. એનસીઆરીબીએ એમ પણ જણાવ્યું છે કે રૂ. ૨૦૦૦ની બનાવટી નોટના મામલામાં ટોચના ૧૦ રાજ્યોમાં ચાર ભાજપશાસિત રાજ્યો છે. જ્યારે ઝારખંડ, મેઘાલય, સિક્કિમમાંથી રૂ ૨૦૦૦ની એક પણ બનાવટી નોટ ઝડપાઈ નથી. નોટબંધીનો હેતુ ભ્રષ્ટાચાર, કાળા નાણા અને આતંકવાદને થતા ફંડિંગ પર રોક લગાવવાનો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter