નવી દિલ્હીઃ પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે ભારતમાં બે વર્ષ પહેલાં થયેલી નોટબંધીને એનડીએ અને મોદી સરકારની ભય અને અર્થવ્યવસ્થાને ઝટકો આપનારો નિર્ણય ગણાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે જીડીપી ગ્રોથ રેટ સાત મહિનાના સૌથી નીચ સ્તર ૬.૮ ટકાએ પહોંચી ગયો હતો. જ્યારે કે નોટબંધી પહેલા આ ૮ ટકા હતો. સુબ્રમણ્યમે પહેલી વખત નોટબંધી પર નિવેદન કર્યું છે. તેઓએ કહ્યું કે વિકાસદરની ઝડપ નોટબંધીથી પહેલાં પણ ધીમી પડી હતી, પરંતુ બાદમાં તેમાં ઝડપથી ઘટાડો આવ્યો હતો.

