રાંચીઃ ભારતમાં નોટબંધીના નિર્ણયથી ઝારખંડમાં માઓવાદીઓ સહિત તમામ નક્સલીઓ સંગઠનનોની કમર તૂટી ગઈ છે. ગુપ્ત માહિતી મુજબ નક્સલવાદીઓના ઓછામાં ઓછા ૮૦ કરોડ રૂપિયાની રોકડ કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને કારણે રદબાતલ થઈ ગઈ છે.
ઝારખંડ પોલીસના જણાવ્યા અનુસાર નોટબંધીના નિર્ણયને કારણે રાજ્યમાં નક્સલવાદનો સફાયો કરવા ચાલી રહેલા અભિયાનને જોરદાર મદદ મળી છે.
ગુપ્તચર માહિતી અનુસાર નક્સલવાદીઓનું સમગ્ર અર્થતંત્ર નાશ પામ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઝારખંડમાં નક્સલવાદીઓ દ્વારા વાર્ષિક ૧૪૦ કરોડ ઉઘરાવવામાં આવતા હતા. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષા દળોની કાર્યવાહી અને વિકાસ કાર્યોને કારણે તેમની આવક ઘટીને ૧૦૦ કરોડ રૂપિયા થઈ ગઈ હતી.