ન્યૂ યોર્ક એસેમ્બ્લીમાં કાશ્મીર માટે ઠરાવ પસાર થતા વિવાદ

Tuesday 09th February 2021 15:19 EST
 

ન્યૂ યોર્કઃ સ્ટેટ એસેમ્બલી દ્વારા કાશ્મીરને લઇને એક ઠરાવ પસાર કરાતા ભારતે આક્રમક રીતે વિરોધ નોંધાવ્યો છે અને આ ભારતની આંતરિક બાબતોમાં દખલ હોવાનું જણાવ્યું છે. ન્યૂ યોર્ક સ્ટેટ એસેમ્બ્લીમાં પસાર કરાયેલા આ ઠરાવને એસેમ્બ્લી મેમ્બર નાદેર સાયેઘ અને અન્ય ૧૨ સભ્યોએ સમર્થન આપ્યું હતું. આ ઠરાવમાં કાશ્મીરી નાગરિકોને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા અને તેમાં કહ્યું છે કે ન્યૂ યોર્કમાં કાશ્મીરી કમ્યૂનિટીનું મોટું યોગદાન છે.
ઠરાવ વખતે કહેવાયું કે, ન્યૂ યોર્ક માનવ અધિકારોનાં રક્ષણ માટે હંમેશા આગ્રેસર રહ્યું છે જેમાં ધાર્મિક સ્વતંત્રતાનો પણ સમાવેશ થાય છે જ્યારે ભારતે કહ્યું હતું કે, કાશ્મીર ભારતનો હિસ્સો છે. આ પ્રકારના ઠરાવ પસાર કરીને કાશ્મીરીઓને ધર્મ અને વિવિધ પ્રાંતોના આધારે વિભાજિત કરવાનું આ કાવતરું છે જેનો અમે વિરોધ કરીએ છીએ.
ભારતની વોશિંગ્ટન સ્થિત એમ્બેસીના અધિકારીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે અમેરિકાની જેમ ભારત પણ લોકશાહી પર આધારિત દેશ છે. અમને ધ્યાનમાં આવ્યું છે કે ન્યૂ યોર્ક એસેમ્બ્લીમાં કાશ્મીર અમેરિકા ડે નામનો ઠરાવ પસાર કરાયો છે. જેનો અમે વિરોધ કરીએ છીએ કેમ કે આ પ્રકારના ઠરાવ કાશ્મીરીઓને તેમની સંસ્કૃતિમાં વહેચી દેવા ભાગલા પાડવા માટેનું એક કાવતરું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter