પંજાબ કોંગ્રેસના પ્રભારી તરીકે હવે આશા કુમારી

Wednesday 29th June 2016 07:59 EDT
 
 

ચંડીગઢઃ પંજાબમાં આગામી વર્ષે આવેલી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે મહામંત્રી તરીકે કમલ નાથના સ્થાને આશા કુમારીને પસંદ કર્યા છે.
હિમાચલ પ્રદેશના આ સાંસદ જમીન હડપ કરવાના કેસમાં આરોપી છે અને હાલ જામીન પર મુક્ત થયેલા છે.
હિમાચલ પ્રદેશમાં પૂર્વે શિક્ષણ પ્રધાન તરીકે ફરજ બજાવી ચૂકેલા આશા કુમારીએ વન વિભાગની ૬૦ વીઘા જમીન તેમના પતિ બિજેન્દ્ર સિંહના નામે ૧૮ વર્ષ પહેલાં કરી લીધી હતી. બિજેન્દ્ર સિંહ ચમ્બાના રાજવી પરિવારના સદસ્ય છે. તેમની સામે સરકારે જમીન પચાવી પાડવાનો કેસ ચાલે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter