પંજાબ નગર નિગમની ચૂંટણીમાં કોંગ્રેસની જીત

Wednesday 20th December 2017 05:54 EST
 
 

ચંડીગઢઃ પંજાબનાં અમૃતસર, જલંધર અને પટિયાલા નગરનિગમ, પરિષદો અને નગર પંચાયતો માટે ૧૭મી નવેમ્બરે યોજાયેલું મતદાન પૂર્ણ થતાંની સાથે જ પરિણામ જાહેર થયાં હતાં. આ ચૂંટણીઓમાં કોંગ્રેસને જીત મળી છે. ૩૧માંથી ૩૧ બેઠકો ઉર કોંગ્રેસે વિજય મેળવી લીધો છે. વિજય મળતાંની સાથે જ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે જણાવ્યું હતું કે કોંગ્રેસની નીતિઓ અને યોજનાઓને જનતા સમર્થન આપી રહી છે તે આ પરિણામો દ્વારા છતું થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, તમામ પક્ષો વચ્ચે અહીંયા ખરાખરીનો જંગ થવાના અણસાર હતા, બીજી તરફ પરિણામે કંઈક અલગ જ ચિત્ર રજૂ કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter