રાજ્યસભાના સભ્યપદ પરથી રાજીનામું આપ્યા બાદ મૌન સેવનારા નવજોતસિંહ સિદ્ધુએ સોમવારે એક પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, મને પંજાબ છોડવાનું કહેવામાં આવતાં મેં ભાજપને છોડી દીધું. હું કેવી રીતે પંજાબને છોડી શકું? તેથી રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું. નવજોતસિંહ સિદ્ધુએ ૧૮મી જુલાઈના રોજ રાજ્યસભા અને તેમનાં પત્નીએ પંજાબ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. પત્રકાર પરિષદમાં સિદ્ધુએ જણાવ્યું હતું કે, મને એવું કહેવાતું હતું કે, પંજાબ તરફ તમારે મોઢું પણ દેખાડવાનું નથી અને રાજ્યથી તમારે દૂર જ રહેવાનું છે.


