પંજાબના સીએમને જર્મનીમાં વિમાનમાંથી ઉતારી મુકાતાં વિવાદ

Thursday 22nd September 2022 05:38 EDT
 
 

નવીદિલ્હીઃ પંજાબના સીએમ ભગવંત માન થોડા દિવસ પહેલાં જર્મનીના પ્રવાસે ગયા હતા. આ વખતે તેમને વિમાનમાંથી ઉતારી મૂકવાની ઘટના બની હતી. સાથી પ્રવાસીઓના જણાવ્યા મુજબ ભગવંત માને વધુ પડતો દારૂ પીધો હતો અને તેઓ બરાબર ઊભા રહી શકતા ન હતા. આથી લુફથાન્સા એરલાઈન્સે તેમને વિમાનમાંથી ઉતારી મૂકવાની ફરજ પડી હતી. આને કારણે ફ્લાઈટ 4 કલાક મોડી પડી હતી. માનના પત્ની તેમજ અન્ય અધિકારીઓએ તેને વિમાનમાં બેસાડવા અને લુફથાન્સાના સ્ટાફને સમજાવા પ્રયાસ કર્યા હતા પણ એર લાઈન્સ દ્વારા નિયમોમાં ફેરફાર કરવા ઈનકાર કરાયો હતો. માન અને તેમના પરિવારનો સામાન આ પછી ઉતારી દેવાયો હોવાનું પણ જાણવા મળે છે. આમઆદમી પાર્ટીએ આક્ષેપોને ફગાવતા કહ્યું હતું કે અમારા વિરોધીઓ દ્વારા ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter