નવી દિલ્હીઃ ઓનલાઈન સર્ચ ટુલ્સની વાત આવે તો હવે પચાસ ટકા વધુ ભારતીયો ડેટ પાર્ટનર માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. એમ ગુગલે યર ઈન સર્ચ અહેવાલમાં જણાવ્યું હતું. વર્ષ ૨૦૧૬માં ડેટ માટે સર્ચ અને એપ ડાઉનલોડ જોડે જોડે હતા. ડેટ સંબંધિત શોધમાં પચાસ ટકાનો વધારે થયો હતો. જેમાં ૫૩ ટકા ડેટ એપ માટે ડાઉનલોડમાં વધારો થયો હતો. એમ ગૂગલના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતીયો માત્ર ડેટિંગમાં જ રસ ધરાવતા ન હતા, પરંતુ લગ્ન માટે પણ આ માધ્યમનો જ ઉપયોગ કરતા હતા. લગ્ન સંબંધિત કેટેગરી જેવી કે ફોટોગ્રાફી, વેડિંગ પ્લાનિંગ, બ્રાઈડલ મેકઅપ, બ્રાઈડલ વેર વગેરેમાં પણ ૩૦ ટકાનો વધારો થયો હતો. ઓનલાઈન મેટ્રીમોનિયલ સર્ચમાં હાલના રૂ. ૪૯૨ કરોડના બજારમાં વર્ષ ૨૦૨૦ સુધીમાં રૂ. ૧૧૯૭ કરોડ એટલે કે બમણો વધારો થવાની શક્યતા દર્શાવી હતી. ગૂગલના ડેટા મુજબ વર્ષ ૨૦૧૬ ભારતીયો માટે ટ્રાન્સફોરમેશનલ યર રહ્યું હતું. ગૂગલે શિક્ષણ, બેંકિંગ, ઈ-કોમર્સ, રિટેઈલ, પ્રવાસ, મનોરંજન અને ટેલિકોમ સહિત લગભગ તમામ ક્ષેત્રે સર્ચમાં જંગી વધારો જોયો હતો. ગૂગલ ઈન્ડિયાના વડા રંજન આનંદના કહેવા મુજબ ભારત સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેટ અને સ્માર્ટફોન ઈકોનોમીની બાબતમાં ભારત બીજા ક્રમે સ્થાન ધરાવે છે.