નવીદિલ્હીઃ સરકારે પનામા પેપર્સ લીક કેસમાં નવા બ્લેકમની એક્ટ હેઠળ કુલ ૧૦૭ ચાર્જશીટ ફાઈલ કરી હતી અને તેના હેઠળ રૂ. ૨૦,૦૭૮ કોરડની અઘોષિત આવક શોધી કાઢી છે. રાજ્યકક્ષાના નાણાપ્રધાન પંકજ ચૌધરી દ્વારા સંસદમાં આ માહિતી આપવામાં આવી તી. સંસદમાં પૂછાયેલા એક સવાલના સંદર્ભમાં સરકારે જણાવ્યું હતું કે બ્લેકમની એક્ટની કલમ ૧૦(૩)/૧૦-(૪) હેઠળ ૩૧ મે, ૨૦૨૧ સુધીમાં ૧૬૬ કેસમાં એકેસમેન્ટ ઓર્ડર ઇશ્યૂ કરી દીધા છે. જેમાં રૂ. ૮૨૧૬ કરોડની વસૂલાત થઈ છે. એચએસબીસી કેસમાં લગભગ રૂ. ૮૪૬૫ કરોડની અઘોષિત આવક ઉપર ટેક્સ અને પેનલ્ટી લાદવામાં આવી છે, જે રૂ. ૧૨૯૪ કરોડ છે. આઈસીઆઈજે કેસમાં રૂ. ૧૧,૦૧૦ કરોડની અઘોષિત આવકની જાણકારી મળી છે.