પરિણિતી ચોપરા તથા ‘આપ’નાં યુવા સાંસદ રાઘવ ચઢ્ઢાનાં લગ્નનાં વેન્યૂ સહિતની વિગતો બહાર આવી છે. તે અનુસાર 23 અને 24 સપ્ટેમ્બરના તેઓ ઉદયપુરની એક વૈભવી હોટલમાં તેઓ સપ્તપદીનાં ફેરાં ફરશે. જ્યારે ચંડીગઢમાં રિસેપ્શન યોજાશે.
ઉદયપુરનાં પ્રસિદ્ધ પિછોલા લેકના કાંઠા પર પાસ-પાસે આવેલી બે વૈભવી હોટલ બૂક કરી લેવામાં આવી છે. લગ્નમાં 200 મહેમાનો હાજરી આપવાના છે. તેમાં રાજકીય નેતાઓ તથા બોલીવૂડ સેલિબ્રિટી સહિત 50થી વધુ વીવીઆઈપીનો પણ સમાવેશ થાય છે. અમેરિકાથી પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસ પણ ખાસ આ લગ્નમાં હાજરી આપવા આવી રહ્યાં છે. લગ્ન પહેલાની વિધીઓ જેવી હલ્દી, મહેંદી અને સંગીતનું આયોજન 23 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. લગ્ન પછી ગુરુગ્રામ અને ચંદીગઢમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. રિસેપ્શનનું આમંત્રણ કાર્ડ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યું છે. ઓફ વ્હાઈટ બેકગ્રાઉન્ડમાં ગોલ્ડન બોર્ડરની ડિઝાઈન ધરાવતું કાર્ડ સૌમ્ય પરંતુ ક્લાસિક ડિઝાઈન ધરાવે છે.


