પશ્ચિમ બંગાળનું નામ બદલીને બંગલા કરવા ઈનકાર

Thursday 04th July 2019 07:22 EDT
 

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળનું નામ બદલીને બંગલા કરવાની મમતા સરકારની વર્ષો જૂની માગણીને ફગાવી દીધી છે. ૨૬ જુલાઈ, ૨૦૧૮ના રોજ રાજ્ય વિધાનસભામાં બંગાળનું નામ બદલીને બંગલા કરવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. રાજ્યસભામાં ગૃહરાજ્ય પ્રધાન નિત્યાનંદે રાયે માહિતી આપતાં કહ્યું કે કેન્દ્ર સરકારે બંગાળ સરકારના ઠરાવને મંજૂરી આપતી નથી. સાંસદ રિતાભદ્રા બેનરજીના સવાલનો જવાબ આપતા તેમણે આ મુજબની માહિતી આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter