પાંચ મહિનામાં 17મું ટાર્ગેટ કિલિંગઃ 26 દિવસમાં 10ની હત્યા

Friday 10th June 2022 06:33 EDT
 
 

શ્રીનગરઃ બેન્ક મેનેજરની હત્યા પછી કાશ્મીર ખીણમાં વસતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ વર્ષની શરૂઆતથી જ ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ બનતી આવી છે. જેમાં છેલ્લા પાંચ મહિનામાં 17 લોકોનું ટાર્ગેટ કિલિંગ કરાયું છે. બેન્કમાં ઘુસીને આતંકીએ હિન્દુ બેન્ક મેનેજરની હત્યા કર્યા પછી લોકોમાં રોષ ફેલાયો છે અને તેઓ સુરક્ષા તેમજ સુરક્ષિત સ્થળે ટ્રાન્સફર માંગી રહ્યા છે. 26 દિવસમાં 10 લોકોની હત્યા પર નજર...
• 7 મેઃ શ્રીનગરમાં પોલીસ કોન્સ્ટેબલ ગુલામ હસન ડારની ગોળી મારીને હત્યા.
• 12 મેઃ બડગામનાં ચડૂરા વિસ્તારમાં સરકારી ઓફિસમાં ઘૂસીને આતંકીઓએ મહેસૂલી અધિકારી રાહુલ ભટ્ટની ગોળી મારીને હત્યા. રાહુલ ભટ્ટ કાશ્મીરી પંડિત હતા.
• 17 મેઃ બારામૂલા જિલ્લાનાં દીવાન બાગ વિસ્તારમાં વાઈન શોપ પર આતંકીઓ દ્વારા ગ્રેનેડ હુમલો. 52 વર્ષનાં રંજિતસિંહનું મૃત્યુ. 3ને ઈજા.
• 24 મેઃ આતંકીઓ દ્વારા પોલીસ કર્મચારી સૈફુદ્દીન ચૌધરીની ગોળી મારીને હત્યા. તેમની 7 વર્ષની પુત્રીને ઈજા.
• 25 મેઃ લશ્કર-એ-તોયબાના 3 આતંકીએ ઘરમાં ઘૂસીને કાશ્મીરી ટીવી એક્ટ્રેસ અમરીન ભટ્ટની ગોળી મારી હત્યા કરી.
• 31 મેઃ કુલગામનાં ગોપાલપુરમાં આતંકીઓ દ્વારા હિન્દુ શિક્ષિકા રજનીબાળાની હત્યા.
• 2 જૂનઃ કુલગામમાં હિન્દુ બેન્ક મેનેજર વિજય કુમારની ગોળી મારીને હત્યા. મોડી રાત્રે ઈંટના ભઠ્ઠામાં કામ કરતાં બે શ્રમિક પર ગોળીબાર. એકનું મૃત્યુ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter