પાંચ વર્ષમાં અર્બન કો-ઓપરેટિવ બેંકોમાં ૯૭૨ કૌભાંડ

Monday 27th January 2020 07:42 EST
 

મુંબઈઃ ભારતમાં ૨૦૧૪-૧૫થી ૨૦૧૮-૧૯ સુધીના પાંચ નાણાકીય વર્ષમાં અર્બન કો-ઓપરેટિવ બેંકો સાથે કુલ રૂ. ૨૨૧ કરોડનાં ૯૭૨ કૌભાંડ થયાની જાણકારી એક રાઇટ ટુ ઈન્ફર્મેશનની અરજીમાં બહાર આવી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે આની જાણકારી માગવામાં આવી હતી ત્યારે તેણે ઉપરોક્ત માહિતી આપી હતી. 

દેશમાં કુલ ૧,૫૪૪ અર્બન કો-ઓપરેટિવ બેંકો આવેલી છે અને ૨૦૧૯ની ૩૧ માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ સુધીમાં એમાં ૪.૮૪ લાખ કરોડ રૂપિયાની ડિપોઝિટો છે. આ પૈકી મહારાષ્ટ્રમાં આવેલી ૪૯૬ અર્બન કો-ઓપરેટિવ બેંકોમાં સૌથી વધારે ૩ લાખ કરોડ રૂપિયાની ડિપોઝિટો છે. બીજા નંબરે ગુજરાતમાં ૨૧૯ અર્બન કો-ઓપરેટિવ બેન્કોમાં ૫૫,૧૦૨ કરોડ અને ત્રીજા ક્રમાંકે કર્ણાટકમાં ૨૬૩ અર્બન કો-ઓપરેટિવ બેંકોમાં ૪૧,૦૯૬ કરોડ રૂપિયાની ડિપોઝિટો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter