પાંચ વર્ષમાં ૧૨ મોટા આતંકી હુમલા

Thursday 21st February 2019 06:36 EST
 
 

આતંકવાદીઓએ પુલવામામાં સીઆરપીએફ કાફલા પર કરેલો આતંકી હુમલો છેલ્લા પાંચ વર્ષમાં ૧૨મો સૌથી મોટો હુમલો છે.
• ઉરી-મોહરા - ડિસેમ્બર ૨૦૧૪ઃ બારામુલ્લાના ઉરી સેક્ટરના મોહરામાં આર્મી રેજિમેન્ટ પર આતંકી હુમલો. ૧૨ જવાન શહીદ થયા. ૬ આતંકી પણ માર્યા ગયા.
• મણિપુર - ૪ જૂન ૨૦૧૫ઃ મણિપુરના ચંદેલ જિલ્લામાં સૈન્યના કાફલા પર આતંકીઓએ વિસ્ફોટક સુરંગ ગોઠવી હુમલો કર્યો. ૧૮ જવાન શહીદ થયા.
• ગુરદાસપુર - જુલાઈ ૨૦૧૫ઃ પંજાબના ગુરદાસપુરમાં આર્મી યુનિફોર્મમાં આવેલા આતંકીઓનો દીનાનગર પોલીસ સ્ટેશન પર હુમલો. ૪ જવાન, ૩ જણાનાં મૃત્યુ.
• પઠાણકોટ - ૨ જાન્યુઆરી ૨૦૧૬ઃ જૈશ-એ-મોહમ્મદના ૬ આતંકીએ પઠાણકોટ એરબેઝ પર હુમલો કર્યો. અથડામણ ૬ દિવસ ચાલ્યું, જેમાં ૭ જવાન શહીદ થયા.
• અનંતનાગ - ૪ જૂન ૨૦૧૬ઃ અનંતનાગમાં ચેકપોસ્ટ પર હુમલો, ૨ જવાન શહીદ. હુમલાના એક જ દિવસ પહેલાં બીએસએફના કાફલાને નિશાન બનાવી ૩નો જીવ લીધો હતો.
• પંપોર - ૨૬ જૂન ૨૦૧૬ઃ પંપોર નજીક શ્રીનગર-જમ્મુ હાઇવે પર સીઆરપીએફ કાફલા પર હુમલો.૮ જવાન શહીદ, ૨૦ ઘાયલ.
• ખ્વાજા બાગ - ૧૭ ઓગસ્ટ ૨૦૧૬ઃ શ્રીનગર-બારામુલ્લા હાઈ-વે પર સૈન્ય કાફલા પર હિઝબુલનો હુમલો. ૮ જવાન શહીદ, અનેક ઘાયલ થયા.
• પૂંચ - ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૬ઃ પઠાણકોટ એરબેઝ પર આતંકી હુમલો. અથડામણ ૩ દિવસ ચાલી. હુમલામાં ૬ જવાન શહીદ. તૈઇબાના ૪ આતંકી માર્યા ગયા.
• ઉરી - ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૬ઃ આર્મી કેમ્પમાં વહેલી સવારે ૫ વાગ્યે સૂતેલા જવાનો પર ૪ આતંકીએ હુમલો કર્યો. ૧૯ જવાન શહીદ થયા.
• અમરનાથ - ૧૧ જુલાઈ ૨૦૧૭ઃ અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના યાત્રાળુઓની બસ પર આતંકી હુમલો. ૭ શ્રદ્ધાળુનાં મૃત્યુ.
• પુલવામા કેમ્પ - ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ઃ પુલવામા સ્થિત સીઆરપીએફ ટ્રેનિંગ કેમ્પમાં ૧૮૫મી બટાલિયન પર હુમલો. ૫ જવાન શહીદ. ૨ આતંકી મરાયા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter