પાકિસ્તાન દ્વારા બે માસમાં ૬૩૩ વાર શસ્ત્રવિરામ ભંગઃ સરકાર

Thursday 05th April 2018 04:02 EDT
 

નવી દિલ્હીઃ પાકિસ્તાને બે મહિનામાં બંને દેશો વચ્ચેની સરહદે ૬૩૩ વાર શસ્ત્રવિરામ ભંગ કર્યો છે તેવી માહિતી સરકારે ચોથી એપ્રિલે આપી હતી. જે પૈકી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીરમાં અંકુશરેખા (એલઓસી) પર ૪૩૨ વાર શસ્ત્રવિરામ ભંગ કરાયો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સરહદે ૨૦૧ વાર શસ્ત્રવિરામ ભંગ કરાયો હતો. ૨૦૧૭માં અંકુશ રેખા પર જમ્મુ-કાશ્મીરમાં ૮૬૦ વાર શસ્ત્રવિરામ ભંગ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter