પાકિસ્તાનની મદદ કરતું ટેલિફોન એક્સચેન્જ પકડાયું

Monday 01st June 2020 08:08 EDT
 

નવી દિલ્હીઃ મુંબઈ પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક નકલી ટેલિફોન એક્સચેન્જ (વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ-વીઓઆઈપી) પકડી પાડ્યું છે. તેને ચલાવી રહેલા વ્યક્તિની જાસૂસીના આરોપમાં ધરપકડ કરાઈ છે. આ એક્સચેન્જની મદદથી પાકિસ્તાનથી આવતા ફોન કોલ્સને લોકલ કોલમાં બદલવામાં આવતા હતા. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા બાબતો સાથે જોડાયેલા લોકોને કોલ કરીને સેનાની માહિતી મેળવવાનો પ્રયાસ કરાતો હતો. 

આ એક્સચેન્જની મદદથી સેના અને સુરક્ષાદળોના કાફલાની માહિતી મેળવવામાં આવતી હતી, જેથી પુલવામા જેવા હુમલા કરી શકાય. સૂત્રોએ જણાવ્યું કે મિલિટરી ઈન્ટેલિજન્સની સૂચનાના આધારે મુંબઈની ક્રાઈમ બ્રાન્ચ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. આ એક્સચેન્જમાંથી જમ્મુ-કાશ્મીરમાં સેના સાથે જોડાયેલા ડિફેન્સના લોકોને ફોન કરીને જાસૂસી કરવામાં આવતી હતી. ચાલુ મહિને જમ્મુ-કાશ્મીરમાં તૈનાત અનેક સૈન્ય અધિકારીઓને આવેલા શંકાસ્પદ ફોન કોલના આધારે તપાસ કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter