પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસમાં નિમણૂક પામેલા બ્રિગેડિયરનો રસોઇયો જાસૂસીમાં પકડાયો

Friday 25th May 2018 08:26 EDT
 

લખનઉઃ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇને ગુપ્ત માહિતી આપવાના આરોપમાં પોલીસે ઉત્તરાખંડના પિથૌરાગઢમાંથી રમેશસિંહ કન્યાલ નામના યુવકની ધરપકડ કરી છે. રમશસિંહ પર આરોપ છે કે તેણે પાકિસ્તાનમાં બ્રિગેડિયરના ઘરે કામ કરતી વખતે તેમના વિશેની તમામ માહિતી લીક કરી હતી. ઉત્તર પ્રદેશ એટીએસ મથકે તેની સામે ૨૦મેના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો.

યુપી એટીએસના આઈજી અસીમ અરુણે જણાવ્યું કે રમેશસિંહ કન્યાલનો ભાઇ આર્મીમાં છે. તેની ભલામણથી રમેશને એક બ્રિગેડિયરના ઘરે રસોઇયાનું કામ મળી ગયું હતું. થોડા સમય પછી બ્રિગેડિયરની નિમણૂક પાકિસ્તાનના ભારતીય દૂતાવાસમાં થઇ હતી. રમેશ બહુ સારો રસોઇયો હતો, તેથી બ્રિગેડિયર તેને પોતાની સાથે પાકિસ્તાન લઇ ગયા હતા. ત્યાં જ તે પાક. આઇએસઆઇના સંપર્કમાં આવ્યો હતો. તેના પર બ્રિગેડિયરની માહિતી ઉપરાંત ગત વર્ષે ભારત અને નેપાળ વચ્ચે થયેલા સંયુક્ત સૈન્ય અભ્યાસની માહિતી પણ તેને આઇએસઆઇના એજન્ટને આપી હોવાનો આરોપ છે.

કાશ્મીર માર્ગે પાક. સુધી ગયો

રમેશ અનેક વખતે પંજાબ અને કાશ્મીરના માર્ગે પાકિસ્તાન સરહદ સુધી જઇ આવ્યો છે. એટીએસ એ પણ શોધી રહી છે કે તે એકલો પાકિસ્તાન ગયો હતો કે નહીં. એટીએસએ રમેશ પાસેથી લેપટોપ અને ફાઇલો કબજે કરી છે. લેપટોપમાંથી ઘણી જરૂરી વસ્તુઓ મળી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter