પાકિસ્તાની હનીટ્રેપઃ સૈન્યના ૫૦ જવાનોને ફસાવ્યા

Thursday 17th January 2019 06:44 EST
 

જેસલમેરઃ વ્હોટસએપ પર મહિલાને શસ્ત્રોના ફોટા સહિત ગુપ્ત માહિતી મોકલનારા ભારતીય જવાનની જેસલમેરમાં ધરપકડ કરાઈ છે. રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં એક આર્મી જવાન હની ટ્રેપમાં ફસાયાના સમાચાર છે. આ આર્મી જવાને દેશની ગુપ્ત માહિતી દુશ્મન દેશ પાકિસ્તાનને મોકલી હતી તેથી તેની ધરપકડ કરાઈ છે. રાજસ્થાનના એડીજી (ઈન્ટેલિજન્સ) ઉમેશ મિશ્રાએ કહ્યું કે, સૈન્ય જવાન સોમવીરની ૧૧મીએ સાંજે ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ એને જયપુર લાવીને પૂછપરછ હાથ ધરાઈ હતી.
પોલીસના કહેવા અનુસાર એક પાકિસ્તાની મહિલા એજન્ટની જાળમાં ફસાઈને સૈન્ય જવાન વોટ્સએપથી સેનાની કેટલીક સંવેદનશીલ અને ગુપ્ત માહિતી પાકિસ્તાન જાસૂસી સંસ્થાને પહોંચાડી હતી. ધરપકડ કરાયેલા સૈન્ય જવાનની હવે જયપુરમાં પૂછપરછ ચાલી રહી છે.
રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ માહિતી સેનાના એક જવાને સેક્ચુઅલ તસવીરો અને ફક્ત રૂ. ૫૦૦૦ના બદલામાં પાકિસ્તાની એજન્ટને આપી દીધી હતી. હનીટ્રેપનો આ સનસનીખેજ સિલસિલો સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી શરૂ થયો છે. ‘હેલો-હાય’ના મેસેજ સાથે જ આર્મી જવાન સોમવીર અને કથિત પાકિસ્તાની એજન્ટ કે જેણે સ્વંયને જમ્મુની વિદ્યાર્થિની કહી હતી તેની વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. સ્થાનિક મીડિયા અનુસાર હનીટ્રેપના
મામલાને લઈને ૫૦ ભારતીય સૈન્ય જવાનો એજન્સીની નજર હેઠળ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter