પાડોશી દેશને ધૂળ ચટાવવા આપણી સેનાને ૭-૧૦ દિવસ લાગશે : મોદી

Thursday 30th January 2020 07:35 EST
 
 

નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં નેશનલ કેડેટ કોરના એક કાર્યક્રમને સંબોધતાં ૨૮મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાડોશી દેશ પાકિસ્તાનનું નામ લીધા વિના કડક શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું હતું કે પાડોશી દેશ જાણે છે કે તે ભારત સામે ત્રણ-ત્રણ યુદ્ધ હારી ચૂક્યો છે. ભારતીય સેના તો એને ૭થી ૧૦ દિવસમાં ધૂળ ચટાડી શકવા સમર્થ છે. તેઓ હવે આપણી સામે પ્રોક્સિવોર લડે છે. એમાં નિર્દોષ નાગરિકો જીવ ગુમાવે છે અને જવાનો શહીદ થાય છે. કાશ્મીર ભારતનો મુકુટમણિ છે અને ૭૦ વર્ષ બાદ ત્યાંથી આર્ટિકલ ૩૭૦ હટાવાયો છે. ભારત ર્સિજકલ સ્ટ્રાઇક કરે છે, એર સ્ટ્રાઇક કરે છે અને આતંક ફેલાવનારાઓને એમના ઘરમાં ઘૂસીને સબક શિખવાડે છે.

યુવાનો વિશે બોલતાં મોદીએ કહ્યું હતું કે આજે યુવા સોચ છે, યુવા મનની સાથે દેશ આગળ વધી રહ્યો છે. ૬૫ ટકા વસતી ૩૫ વર્ષથી ઓછી ઉંમરની છે. યુવાનો આજે દેશ બદલવા ઇચ્છે છે. તેઓ પરિસ્થિતિ બદલવા માગે છે. સ્વતંત્રતાને આટલાં વર્ષો બાદ તે જૂની પરિસ્થિતિને કાયમ રાખવા માગતો નથી.

સીએએ એનઆરસીના મુદ્દે વિપક્ષો ઉપર નિશાન તાકતાં મોદીએ કહ્યું હતું કે, અનેક દશકાઓથી કેટલીય સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું જ નહોતું. સરકારો સમસ્યાઓને સાંપ્રદાયિક રંગ આપીને ટલ્લે ચડાવતા હતા, પણ હવે દુનિયાએ આવા લોકોનો અસલી ચહેરો જોઈ લીધો છે. હું કહેવા માગું છું કે દેશના લોકો જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે પણ ચૂપ છે. અફવા ફેલાવનારાઓ એક વાત સમજી લે, મોદી એની પ્રતિષ્ઠા બનાવવા માટેપેદા થયો નથી. મોદી માટે દેશની પ્રતિષ્ઠા જ બધું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter