પારદર્શક ચૂંટણી માટે માઇક્રોસોફ્ટના ‘ઇલેક્શન ગાર્ડ’ સોફ્ટવેરની જાહેરાત

Thursday 09th May 2019 05:54 EDT
 

નવી દિલ્હીઃ ચૂંટણીના સમયમાં વારંવાર ઈવીએમની કાર્યપ્રણાલિ પર પ્રશ્નો ઊઠાવાય છે. બેલેટ પેપરનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરી શકાય તેમ નથી. આ સ્થિતિ વચ્ચે માઈક્રોસોફ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) સત્ય નાડેલાએ જાહેરાત કરી છે કે તેમની કંપની એક એવા સોફ્ટવેર પર કાર્ય કરી રહી છે જેના દ્વારા વોટિંગનો રેકોર્ડ સરળતાથી સુરક્ષિત રાખી શકાશે.

આ નવી સિસ્ટમમાં બેલેટ પેપરની જગ્યાએ યુનિક કોડવાળું ઈન્ક્રિપ્ટેડ બેલેટનો ઉપયોગ કરાશે. જેના દ્વારા મતદારોને માહિતી મળશે કે તેમણે કોને મત આપ્યો અને તેમને વોટ કોને ગયો. અને તેને ગમે ત્યારે ટ્રેક કરી શકાશે. ભારતીય સત્ય નાડેલાએ સોમવારે રાત્રે ડેવલપર કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે માઈક્રોસોફ્ટે આ સોફ્ટવેરનું નામ ઈલેક્શન ગાર્ડ રાખ્યું છે. એવું મનાય છે કે અમેરિકામાં ૨૦૨૦માં થનારી ચૂંટણીમાં આ સોફ્ટવેરનો ઉપયોગ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter