પારસીઓના નૂતન વર્ષે રાષ્ટ્રપતિ કોવિંદ અને વડા પ્રધાન મોદીએ શુભકામના આપી

Wednesday 18th August 2021 07:34 EDT
 
 

નવી દિલ્હી: સોમવારે સમગ્ર દેશમાં પારસીઓ નવું વર્ષ ઉજવવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ આપી હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, પારસી સમુદાયના લોકોએ ભારતના વિકાસમાં અપાર યોગદાન આપ્યું છે. પારસીઓના નવું વર્ષ બધાના જીવનમાં એકતા, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે અને આપણા નાગરિકો વચ્ચે સદભાવ અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત કરે.
વડા પ્રધાન મોદીએ પારસી સમુદાયને શુભકામના આપતા ટ્વિટ કર્યું હતુંઃ ‘પારસીઓના નવા વર્ષે સુખ, સમૃદ્ધિ અને સારા આરોગ્યથી ભરેલા વર્ષ માટે પ્રાર્થના. ભારત વિવિધ ક્ષેત્રોમાં પારસી સમુદાયના ઉત્કૃષ્ઠ યોગદાનને બિરદાવે છે.
નોંધનીય છે કે પારસીઓનું નવું વર્ષ નવરોઝના નામથી પણ જાણીતું છે. ફારસી ભાષામાં ‘નવ’નો અર્થ છે નવું અને ‘રોજ’નો અર્થ છે નવો દિવસ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter