રિલાયન્સના સર્વેસર્વા મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં પુત્રી ઈશા અંબાણી તથા તેના પતિ આનંદ પિરામલ ગયા શનિવારે તેમના બે નવજાત સંતાનો સાથે અમેરિકાથી મુંબઈ પરત ફર્યા હતા. તેમને આવકારવા ઉદ્યોગપતિ દાદા-દાદી અજય પિરામલ અને સ્વાતિ પિરામલ, નાના-નાની મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમજ બન્ને મામા અનંત અંબાણી તથા આકાશ અંબાણી સહિતના કુટુંબીજનો હાજર રહ્યા હતા.