પીએનબી કૌભાંડઃ ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ પહેલાં મેહુલ ચોક્સી યુએસથી ફરાર

Wednesday 18th July 2018 09:17 EDT
 
 

નવી દિલ્હી: પીએનબી કેસમાં ઈન્ટરપોલ વોશિંગ્ટને કહ્યું હતું કે, મેહુલ ચોક્સી અમેરિકામાં નથી. જોકે, આ જવાબ બાદ ભારત સરકારે ઈન્ટરપોલ પાસેથી વધુ જાણકારી માગી હતી. અમેરિકાના આ પ્રકારના જવાબથી મેહુલ ચોક્સીને ભારત લાવવાના પ્રત્યનોમાં ફરી એક વખત નિષ્ફળતા મળી છે. અત્યાર સુધી ભારત સરકાર એવું માની રહી હતી કે, મેહુલ ચોક્સી અમેરિકામાં છે. તેમના સંબંધીઓ અમેરિકી નાગરિક છે.
સીબીઆઇ પણ એવું માની રહી હતી કે, મેહુલ અમેરિકામાં છે. અમેરિકા સાથે પ્રત્યર્પણ સંધિ અંતર્ગત મેહુલ ચોક્સીને ભારતને સોંપી દેવાની માગ થઇ હતી. આ ઉપરાંત સીબીઆઇએ ઇન્ટરપોલને મેહુલ ચોક્સી સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવા માટે માગ કરી હતી. સીબીઆઇએ ઉમેર્યું હતું કે, મેહુલ ચોક્સી ભારતમાં વોન્ટેડ છે. આ પહેલાં નીરવ મોદી, ભાઇ નિશાલ મોદી અને સંબંધી સુભાષ સામે પણ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter