પીએમસી બેંક કૌભાંડ: વાધવાન પાસે રૂ. ૩,૫૦૦ કરોડની કિંમતની જમીન

Wednesday 16th October 2019 07:14 EDT
 

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ૧૧મી ઓક્ટોબરે પીએમસી બેંક કૌભાંડનાં મુખ્ય આરોપીઓ વાધવાનની માલિકીની રૂ. ૩,૫૦૦ કરોડની કિંમતની ૨,૧૦૦ એકર જમીન હોવાનું જણાવાયું હતું. આ જમીન વાધવાનનાં નામે છે કે, એચડીઆઈએલના નામે ખરીદાઈ છે તેની ઈડી તપાસ કરે છે. ઈડીના અધિકારીઓ હવે દસ્તાવેજોની ચકાસણી કરીને આ જમીન વાધવાન પિતા- પુત્રનાં નામે છે કે, એચડીઆઈએલના નામે તેની તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે  એચડીએફસી બેંકનાં ચેરમેન દીપક પારેખે દેશની બેંકિંગ સિસ્ટમ અંગે ટીકા કરતા કહ્યું હતું કે, આપણી બેંકો નિયમિત ધોરણે કરોડોની લોન માફી અને દેવા માફી કરે છે, પણ આમઆદમીની બચતોનું રક્ષણ કરવા માટે કોઈ યોગ્ય સિસ્ટમ જ નથી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter