ભોપાલઃ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના સ્વ. નેતા અર્જુન સિંહનાં પત્ની સરોજ સિંહે પુત્રો અજય સિંહ અને અભિમન્યુ સિંહ સામે કોર્ટમાં કેસ કર્યો છે. તેમણે પુત્રો વિરુદ્ધ ઘરેલુ હિંસા અને સંપત્તિ પચાવી પાડવાનો આરોપ કર્યો છે. સરોજ સિંહનું કહેવું છે કે તેમના પુત્રોએ ભરણ-પોષણનો ઇનકાર કરવાની સાથે ઘરમાંથી કાઢી મૂક્યાં છે. ૮૦ વર્ષીય સરોજ સિંહ તાજેતરમાં એનઆરઆઇ ઉદ્યોગપતિ સેમ વર્મા અને તેમનાં પુત્રી વીણા સિંહ સાથે ભોપાલની એક કોર્ટમાં પહોંચ્યાં હતાં.