નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ૨૪મીએ દ્રમુકના હાંકી કઢાયેલા નેતા એમ કે અલાગિરીના પુત્રની રૂ. ૪૦.૩૪ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે. ગેરકાયદે ગ્રેનાઇટ ઉત્ખનન સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં આ કાર્યવાહી કરાઈ છે. ટાંચમાં લેવાયેલી સંપત્તિઓમાં ફિક્સ ડિપોઝિટનો પણ સમાવેશ થાય છે.