પૃથ્વી-૨ મિસાઈલનું સફળ પરીક્ષણ

Wednesday 23rd November 2016 07:27 EST
 

બાલાસોરઃ પરમાણુશસ્ત્રોના વહન માટે સક્ષમ મીડિયમ રેન્જની પૃથ્વી-૨ મિસાઇલનું સોમવારે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુરમાં સફળ પરીક્ષણ કરાયું હતું. ડીઆરડીઓ દ્વારા વિકસાવાયેલી મિસાઇલ ૯.૪૦ કલાકે છોડવામાં આવી. તેણે તેના લક્ષ્ય પર સચોટ હુમલો કર્યો. ૩૫૦ કિ.મી. સુધી પ્રહાર કરવા સક્ષમ મિસાઇલ યુદ્ધ કાળમાં ઘણી મદદરૂપ સાબિત થશે. તે ૫૦૦ કિલો યુદ્ધસામગ્રી લઇ જઇ શકે છે. વજન ભરવાની કેપેસિટી ૧૦૦૦ કિલો સુધી વધારી પણ શકાય છે. ભારતની પાંચ મહત્ત્વાકાંક્ષી મિસાઇલ સિસ્ટમ પૈકીની આ એક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter