પેટા-ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ ઉપર

Friday 10th March 2023 01:52 EST
 

નવી દિલ્હીઃ પૂર્વોત્તરના ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની સાથે સાથે દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની પેટા-ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે રાહતના સમાચાર છે. તેણે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાંથી ભાજપ અને ટીએમસી પાસેથી એક-એક બેઠક આંચકી લીધી છે. તમિલનાડુમાં ડીએમકેના સમર્થનથી તેણે બેઠક જાળવી છે. ભાજપ અને તેના સહયોગી એજેએસયુને મહારાષ્ટ્ર અને ઝારખંડમાં એક-એક બેઠક મળી છે. પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ ટીએમસીને સાગરદિઘીમાં આંચકો મળ્યો છે. કોંગ્રેસના બેરોન બિસ્વાસે ટીએમસીના ઉમેદવારને 22,986 મતોથી પરાજય આપ્યો હતો. કોંગ્રેસની રાજ્યમાં આ એકમાત્ર વિધાનસભા બેઠક છે.
બીજી બાજુ મહારાષ્ટ્રના પૂણેમાં ચિંચવાડ બેઠકને ભાજપે જાળવી રાખી છે. જોકે કાસબા પેઠ બેઠક કોંગ્રેસના રવિન્દ્ર ધાનગેકરે ભાજપ પાસેથી આંચકી લીધી છે. આ બેઠક ભાજપ 28 વર્ષથી જીતતો હતો. એજેએસયુ પાર્ટીના ઉમેદવાર સુનિતા ચૌધરીએ ઝારખંડના રામગઢ બેઠક જીતી લીધી છે. તેમણે કોંગ્રેસના બજરંગ માહતોને 21,970 મતોથી પરાજય આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter