પેપર લીકથી નેતા બનેલા ધર્મેન્દ્ર પ્રધાનનું પેપર લીકમાં રાજીનામું

Thursday 30th July 2026 05:03 EDT
 
 

નવી દિલ્હીઃ નીટ પેપર લીકના મુદ્દે ભારે વિવાદનો સામનો કરનારા ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે અંતે શિક્ષણ મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. જોકે, વિધિની વક્રતા એ છે કે વર્ષ 1997માં પેપર લીકના આંદોલને ધર્મેન્દ્ર પ્રધાનને નેતા બનાવ્યા હતા. 1997માં ઓડિશામાં કોંગ્રેસની સરકારમાં જાનકી વલ્લભ પટનાયક મુખ્યમંત્રી હતા. તે સમયે પેપર લીકના વિરોધમાં ભુવનેશ્વરમાં મુખ્યમંત્રી નિવાસથી થોડા કિલોમીટર દૂર વિદ્યાર્થીઓ દેખાવો કરી રહ્યા હતા. ધર્મેન્દ્ર પ્રધાન આરએસએસના વિદ્યાર્થી સંગઠન એબીવીપીના નેતા તરીકે આ દેખાવોમાં જોડાયા હતા.

1997માં ઓડિશા સરકાર વિરુદ્ધ સચિવાલ સામે દેખાવો કરતા ધર્મેન્દ્ર પ્રધાને આંદોલનનું નેતૃત્વ કર્યું હતું અને 1500 જેટલા વિદ્યાર્થીઓને એકત્ર કર્યા હતા. આ સમયે પોલીસના લાઠીચાર્જ સાથે તેમના દેખાવોનો અંત આવ્યો હતો. પોલીસે તેમની મારપીટ પણ કરાઈ હતી. પોલીસની લાઠીઓ ખાતા તેમને અનેક ફ્રેક્ચર થયા હતા. વિદ્યાર્થી કાર્યકર તરીકે આ દેખાવોએ ધર્મેન્દ્ર પ્રધાનને નેતા બનાવ્યા હતા. અને આજે પેપર લીકના વિવાદમાં જ તેમણે રાજીનામું આપવું પડયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter