પોખરણમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ

Friday 23rd March 2018 08:38 EDT
 
 

નવી દિલ્હી/પોખરણઃ ભારતે ૨૨મી માર્ચે રાજસ્થાનના પોખરણ ટેસ્ટ રેન્જમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે મિસાઇલ નક્કી કરેલ લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં સફળ રહી હતી. આ સફળતાથી ભારતની રાષ્ટ્રીય સુરક્ષા વધુ મજબૂત બની છે. ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના અગાઉ પ્રથમ વખત ઇન્ડિયન એરફોર્સના સુખોઇ-૩૦ એમકેઆઇ યુદ્ધ વિમાનમાંથી બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

  • બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ નક્કી કરેલ લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં સફળ
  • ડીઆરડીઓની વધુ એક સિદ્ધિ બદલ નિર્મલા સીતારામણે અભિનંદન પાઠવ્યા
  • ભારત-રશિયાના સંયુકત સાહસથી તૈયાર થયેલી બ્રહ્મોસ મિસાઇલની મહત્તમ ક્ષમતા ૪૦૦ કિમી

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter